છાત્રાલય સમિતિ નિયમાનુસાર આપવાના થતા પ્રવેશ આપશે ખાસ કિસ્સામાં પ્રવેશ આપવાનો અધિકાર પ્રમુખશ્રી પાસે રહેશે
દરેક સંકુલોમાં ખાલી પડેલ જગ્યાની ભરતી માટે જાહેરાત આપી,ઇન્ટરવ્યૂ ગોઠવવા માટે પસંદગી સમિતિના સભ્યોના નામો પ્રમુખશ્રી નક્કી કરશે.તે મુજબ એકેડેમિક સમિતિના સભ્યો દ્વારા પસંદગી થશે.એકેડેમિક સમિતિના સભ્યોના નામો નીચે મુજબ છે.
1. શ્રી મોહનભાઇ લાલજીભાઈ પટેલ
2. શ્રી ડો.પી.આર ગોધાણી
3. જે તે શેક્ષણિક એકમના આચાર્યશ્રી
4. જે તે શેક્ષણિક એકમના ઇન્ચાર્જશ્રી
5. નિયમ મુજબ વિષય નિશ્રણાંતશ્રી
6. પ્રમુખશ્રી હાજર ન રહે તો તેના પ્રતિનિધિશ્રી અથવા પ્રમુખશ્રી કહે તે
સમગ્ર સંસ્થાના દરેક વિભાગો(સેલ્ફ ફાઇનાન્સ)માં શેક્ષણિક-બિનશેક્ષણિક સ્ટાફની ભરતી કરવા તથા તેના પગાર નક્કી કરવા માટેની સમિતિના નામો પ્રમુખશ્રી નક્કી કરશે.
1.દાતાશ્રીઓ પાસેથી દીકરી દત્તક યોજનાનું સમંતિ પત્રક ભરાવવું અને તેની રજિસ્ટરમાં નોંધ કરવી
2.દત્તક યોજનાના દાતાની વાર્ષિક નક્કી કરેલ રકમ દર વર્ષે 15મી ઑગસ્ટ પહેલા આવી જાય તેવું મોનીટંરીગ કરવું
3.દત્તક દીકરીના નામોનું રજીસ્ટર નિભાવશે અને દર વર્ષે તેને સહાય ચૂકવાય તે પ્રમાણે એન્ટ્રી પાડશે
4.સંસ્થાએ નક્કી કરેલ નિયમો પ્રમાણે 200 બાળાઓને રૂ।.5,000/-ની લવાજમ (છાત્રાલય ફી) રાહત માટે પસંદગી કરશે
5.જે દીકરી દત્તક લેવાય તેના બંને સત્રનો અભ્યાસક્રમ પૂરો થાય, બંને સત્રની ફી ભરેલ હોય તે પ્રમાણે સહાય ચૂકવવા પ્રમુખશ્રી પાસે માર્ગદર્શન માંગી પ્રબંધ કરશે
1.સંસ્થાના સંચાલનમાં જયારે કોઈ કાયદાકીય મૂંઝવણ થાય,કોઈ કાયદાકીય કાર્યવાહી કરવાની થાય કે કરવામાં આવે ત્તેના જરૂરિયાત મુજબ નિર્ણય લેવા, વકીલ રોકવા, જે તે કેસમાં સંસ્થાના પ્રતિનિધિની નિમણુંક કરવા તથા જરૂર જણાય ત્યાં વકીલની ફી નક્કી કરવા,સોગંદનામું કરવા વિગેરે તમામ પ્રકારની કાયદાકીય કામગીરી સાંભળવી અને આવી બાબતોમાં કોઈ એક વ્યક્તિને કામગીરી સોંપવાની થતી હોય તો સમિતિ પૈકી કોઈ એક સભ્યને અધિકાર સોંપવો અને આવા કેસોમાં બચાવ કરવાનો થતો હોય તો બચાવ કરવાનો અને જજમેન્ટ આપણી તરફેણમાં આવે તે માટે તજજ્ઞોની સલાહ લેવી કાયદાકીય જવાબો આપવાના થતા હોય તેમાં બચાવ કરવાનો તથા સંસ્થાના હિતનું રક્ષણ કરવાની સમગ્ર જવાબદારી આ સમિતિ કરશે.
2.કોર્ટના કોઈપણ કેસમાં સમાધાનની દરખાસ્ત આવે અથવા સંસ્થા તરફથી આવી દરખાસ્ત રજુ કરવાની થાય તો તે અંગેની દરખાસ્ત તૈયાર કરી સમિતિમાં ભલામણ માટે મૂકી અને પ્રમુખશ્રી-મેનેજીંગ ટ્રસ્ટીની મંજૂરી માટે મુકવી
1.સંસ્થાનો વિશાળ વહીવટ જોતા સરકાર તેમજ યુનિવર્સિટી સાથે,રેવન્યુ ખાતા સાથે,શિક્ષણ ખાતા સાથે ,તેમજ અન્ય ખાતાઓ સાથે વ્યવસ્થિત લાઈઝનિંગ કરશે અને પ્રમુખશ્રી સૂચના અને ભલામણ મુજબ નીચે પ્રમાણે કામગીરી કરશે
2.સરકારના પ્રધાનોના કાર્યક્રમ સંસ્થામાં ગોઠવવા ,આમંત્રણો આપવા અને આયોજન કરવું
3.રાજયના તથા જિલ્લાના શિક્ષણ ખાતા સાથે સંસ્થાના જુદા જુદા એકમોના પ્રશ્નો ઉપસ્થિત થાય તો યોગ્ય રજુઆત કરી તેનો નિકાલ કરવો
4.યુનિવર્સિટી સાથેના કોઈ પ્રશ્નો ઉભા થાય તો તેમની સાથે લાયઝન કરી યોગ્ય નિકાલ કરવો આ ઉપરાંત સંસ્થાને કોઈપણ સરકારી ખાતાના પ્રશ્નો ઉભા થાય તો તેનો નિકાલ કરવો
સંસ્થાના એકમો પૈકી શ્રીમતી આર.એસ.કાલરીયા પ્રાયમરી સ્કૂલ,ટેકનોલોજી કૉલેજ,બી.એડ.કૉલેજ તથા ઘોડાસરા મહિલા કૉલેજના એકેડેમિક ઇન્ચાર્જ તરીકેની સંભાળશે અને જે તે સમિતિમાં એકેડેમિક ઇન્ચાર્જ તરીકે સ્ટાફની ભરતી અને જરૂર જણાય ત્યાં સમિતિ દ્વારા તેના પગાર નક્કી કરવા નિર્ણય લેશે.
સંસ્થામાં ઉભા થતા રોજ-બ-રોજના સવાલો કે જેમાં તાત્કાલિક નિર્ણય લેવાની જરૂર ઊંભી થાય ત્યારે તાત્કાલિક મિટિંગ દ્વારા કે ટેલિફોન ઉપર ચર્ચા કરીને નિર્ણય લેવો અને તેની જે તે વિભાગને સૂચના આપવી.જરૂર જણાયે સંસ્થા ઉપર ઉપસ્થિત થવું અને જરૂરી નિર્ણયો લેવા.
1.સ્ટાફ ભરતી સિવાયના તમામ કર્યો પ્રમુખશ્રીની મદદમાં રહી સહ ઇન્ચાર્જશ્રી મનસુખભાઇ કુરજીભાઈ દેકીવાડીયા સંભાળશે.
2.પ.કે.મંડળ કૉલેજ ઓફ ટેક્નોલોજી એન્ડ બ.એડ.અંતગૅત ચાલતા તમામ વિભાગોનું નિયમન પ્રિન્સિપાલ,ડાયરેક્ટર સાથે મળીને કરશે
3.કૉલેજમાં જરૂરિયાત મુજબ સ્ટાફની ભરતી માટે યુનિવર્સિટી પ્રવર્તમાન નિયમો પ્રમાણે જાહેરાત આપવી,ઇન્ટરવ્યૂ ગોઠવવા સ્ટાફની પસંદગી એકેડેમિક સમિતિના નીચેના સભ્યો દ્વારા થશે.
શ્રી મોહનભાઇ લાલજીભાઈ પટેલ
શ્રી ડો.પી.આર.ગોધાણ
જે તે શેક્ષણિક એકમના આચાર્યશ્રી
જે તે શેક્ષણિક એકમના ઇન્ચાર્જશ્રી
નિયમ મુજબ વિષય નિષ્ણાતશ
4.પ્રમુખશ્રીના માર્ગદર્શન મુજબ જરૂરી નિર્ણયો લઇ યોગ્ય કાર્યવાહી કરશે
5.કૉલેજમાં થતા પ્રવાસોનું વ્યવસ્થિત આયોજન કરી તેની દરખાસ્ત પ્રમુખની પાસે મંજૂરી માટે મુકવી
6.જરૂરિયાત મુજબના સાધનોની ખરીદી માટે પ્રિન્સીપાલો દ્વારા આવેલ દરખાસ્તોને રૂ।.5,000/-ની મર્યાદામાં મંજૂરીઓ આપવી અને આગળની કાર્યવાહી કરવી
7.સહ ઇન્ચાર્જશ્રી દૈનિક ખર્ચના બિલ,વાઉચર અને રોજમેળમાં સહી કરશે
8.એકેડેમિક સ્ટાફની ભરતી સિવાય અન્ય રોજબરોજની કામગીરી સહ ઇન્ચાર્જ,પ્રિન્સિપાલ તથા ડાયરેક્ટર સાથે મળીને નક્કી કરશે.
1.કૉલેજમાં જરૂરિયાત મુજબ ગ્રાન્ટેડ તથા ફાઇનાન્સ સ્ટાફની ભરતી માટે સરકારશ્રી તથા યુનિવર્સિટીના પ્રવર્તમાન નિયમો પ્રમાણે જાહેરાત આપવી ,ઇન્ટરવ્યૂ ગોઠવવા.સ્ટાફની પસંદગી એકેડેમિક સમિતિના નિયમ મુજબ સમિતિના નીચેના સભ્યો દ્વારા થશે.
શ્રી મોહનભાઇ લાલજીભાઈ પટેલ
શ્રી ડો.પી.આર.ગોધણી
જે તે શેક્ષણિક એકમના આચાર્યશ્રી
જે તે શેક્ષણિક એકમના ઇન્ચાર્જશ
નિયમ મુજબ વિષય નિષ્ણાતશ્રી
2.કૉલેજમાં શેક્ષણિક -બિન્સેક્ષણિક પ્રશ્નો અંગે પ્રિન્સિપાલ સાથે રહી યોગ્ય નિર્ણય કરવા
3.કૉલેજમાં જુદા જુદા કાર્યક્રમોનું વ્યવસ્થિત આયોજન થાય તે જોવું
4.સંસ્થાના નિયમ મુજબ ખર્ચની મંજૂરી આપવી અથવા તો દરખાસ્ત -ભલામણ સાથે -પ્રમુખશ્રીને મોકલવી
5.સ્ટાફના પગાર અને સ્ટાફની ભરતી માટે જે તે સમયે પ્રમુખશ્રી સમિતિના નામો નક્કી કરશે.
6.કૉલેજમાં થતા પ્રવાસોનું વ્યવસ્થિત આયોજન કરી તેની દરખાસ્ત પરમખશ્રી પાસે મંજૂરી માટે મુકવી
1.ધો.6 થી 8 તથા ધો. 9 થી 12ના વર્ગો વ્યવસ્થિત લેવાય તે જોવું
2. ધો.6 થી 8 તથા ધો. 9 થી 12ના સમયસર સિલેબસ પુરા થાય તે જોવું
3.વાલીઓ તરફથી રજુ થતા પ્રશ્નો અંગે પ્રિન્સિપાલ સાથે મળીને જરૂરી નિર્ણયો લેવા
4.સ્કૂલ સમિતિને લીધેલા નીતિવિષયક નિર્ણયોના અમલ થાય તે જોવું
5. સહ ઇન્ચાર્જશ્રી કાંતિભાઈ વૈશ્નાણી સ્કૂલમાં થયેલ ખર્ચના બિલ,વાઉચર તેમજ રોજમેળમાં સહી કરશે
6.ખાલી પડતી જગ્યા માટે પ્રમુખશ્રીના માર્ગદર્શન મુજબ ભરતી કરવી
7.સ્કૂલના થતા પ્રવાસોનું આયોજન કરી તેની દરખાસ્ત પ્રમુખશ્રી પાસે મંજૂરી માટે મુકવી
1.સ્ટાફની ખાલી પડેલ જગ્યા માટે જાહેરાત આપી ,ડો.દિનેશભાઇ મેંદપરા તથા શ્રી શિરીષભાઈ સપરીયાને સાથે રાખી એકેડેમિક સમિતિના નિયમો મુજબ સ્ટાફ ભરતીની પ્રકિયા કરવી.સ્ટાફની પસંદગી એકેડેમિક સમિતિના નીચેના સભ્યો દ્વારા થશે
શ્રી મોહનભાઇ લાલજીભાઈ પટેલ
શ્રી ડો.પી.આર.ગોધાણી
જે તે શેક્ષણિક એકમના આચાર્યશ્રી
જે તે શેક્ષણિક એકમના ઇન્ચાર્જશ્રી
નિયમ મુજબ વિષય નિષ્ણાતશ્રી
2.વિદ્યાર્થીઓ તથા સ્ટાફ સાથેના ઉદભવતા પ્રશ્નોનો યોગ્ય નિકલ કરવો
3.વાલીઓના પ્રશ્નો સાંભળવા અને તેનો-પ્રિન્સિપાલ સાથે રહીને યોગ્ય નિકાલ કરવો
4.શેક્ષણિક સ્ટાફ ભરતી માટે પ્રમુખશ્રી પાસેથી મંજૂરી મેળવી જાહેરાત આપી,ઇન્ટરવ્યૂ ગોઠવવાની કામગીરી કરશે
5.બંને માધ્યમોના વર્ગો વ્યવસ્થિત ચાલે અને નિયત સમયમાં સિલેબસ પૂરાથાય તે જોવું
6.ધો.10 અને ધો.12 ના પરિણામો વધારે સારા આવે તે માટે પ્રિન્સિપાલ સાથે રહીને પ્રયત્નો કરવા
7.હાઈસ્કૂલનાં બંને માધ્યમોમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થાય તે માટે પ્રિન્સિપાલ સાથે રહીને પ્રયત્નો કરવા
8.સ્કૂલના થતા પ્રવાસોનું વ્યવસ્થિત આયોજન કરી તેની દરખાસ્ત પ્રમુખશ્રી પાસે મંજૂરી માટે મુકવી
9.હાઈસ્કૂલમાં થતા ખર્ચના બીલો અને વાઉચર તથા રોજમેળમાં સહી કરવી
1. કાલરીયા પ્રાયમરી સ્કૂલ (એંગ્રેજી-ગુજરાતી)માં પ્રમુખશ્રી અને ડો.પી.આર.ગોધાણી સાહેબની સાથે રહીને જરૂરિયાત મુજબ સ્ટાફની ભરતી કરવી.
2. બન્ને માધ્યમોમાં વ્યવસ્થિત વર્ગો લેવાઈ તે જોવું.
3. બન્ને માધ્યમોમાં વ્યવસ્થિત સિલેબસ પુરા થાય તે જોવું.
4. વિદ્યાર્થીઓની આંતરિક શક્તિ બહાર લઇ આવા માટે જુદા જુદા કાર્યક્રમોનું આયોજન થઇ તે જોવું.
5. એકેડેમિક સાઈડની પ્રગતિ થાય, વિકાસ થાય તે માટે ડો.પી.આર.ગોધાણી સાહેબની સાથે રહી જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવું.
6. વાલીઓની તરફથી રજુ થતા પ્રશ્નો અંગે પ્રિન્સિપાલને સાથે રાખીને જરૂરી નિર્ણયો લેવા.
7. સ્કૂલ સમિતિએ લીધેલા નીતિ વિષયક નિર્ણયોનો અમલ થાય તે જોવું.
8. સ્કૂલના થતા પ્રવાસોનું વ્યવસ્થિત આયોજન કરી તેની દરખાસ્ત પ્રમુખશ્રી પાસે મંજૂરી માટે મુકવી.
9. સ્કૂલમાં થયેલ ખર્ચના બિલ, વાઉચર અને રોજમેળમાં સહી કરવી.
1. છાત્રાલયમાં રહેતી બાળાઓના સર્વાંગી વિકાસ થાય તે બાબત છાત્રાલયમાં અવારનવાર વાર્તાલાપો, કાર્યક્રમો, વક્તૃત્વ સ્પર્ધાઓ, તજજ્ઞોના વ્યાખ્યાનો વિગેરેનું સમયાંતરે આયોજન કરવું અને બાળાઓના જનરલ નોલેજ, સામાજિક, કૌટિમ્બિક જ્ઞાન અને સંસ્કારોનો વિકાસ થાય તેવા કાર્યક્રમોનું આયોજન કરવું.
2. આપણા રાષ્ટ્રીય , સામાજિક તહેવારો , ધાર્મિક ઉત્સવોની સામુહિક ઉજવણી યોગ્ય રીતે થાય તે જોવું અને તેવા કાર્યક્રમોનું આયોજન કરવું.
3. બાળાઓના રસોઈના વર્ગો, ડ્રાઇવિંગ ક્લાસીસ , મહેંદી ક્લાસ, દાંડિયારાસ જેવી બાબતોનું આયોજન વ્યવસ્થિત થાય તે જોવું.
4. અન્ય વિકાસ માટેની જરૂરી પ્રવૃતિઓ કરવી.
5. ફોર વ્હીલ ડ્રાઇવિંગ શીખવા ઇચ્છતી દીકરીઓ માટે ડ્રાઇવિંગ ક્લાસીસ સાથે ની વ્યવસ્થા ગોઠવી બાળાઓને વ્યવસ્થિત ડ્રાઇવિંગ શીખવાનું મળે અને કોઈ પ્રશ્ન ઉભા ન થાય તે માટે કોઈપણ એક વ્યક્તિની વ્યવસ્થા કરવી.
1. છાત્રાલય રહીને અભ્યાસ કરતી બાળાઓને આરોગ્ય માટે ના હેલ્થ કાર્ડ ભરાવવા અને હિમોગ્લોબીન ની તપાસણી કરવી.
2. સંસ્થામાં આરોગ્ય તપાસણીનો કેમ્પ યોજવાની કામગીરી અને તેને ફોલોઅપ માટે જરૂરી ભલામણો કરવી.
3. તમામ બાળાઓના આરોગ્યની તપાસણી રિપોર્ટ પ્રમુખશ્રી ને આપવો.
4. હેલ્થકાર્ડમાં આરોગ્ય ચકાસણીનું અપગ્રેડ દરવર્ષે થતું રહે તે મુજબનું આયોજન કરવું.
1. છાત્રાલયમાં પ્રવેશ માટે અરજીઓ મેળવવી. પ્રવેશ પરીક્ષાનું આયોજન કરવું. સંસ્થાના નિયમ મુજબ પ્રવેશ આપવો.
2. છાત્રાલયના ઇન્ચાર્જ દ્વારા ગોઠવવામાં આવતા કાર્યક્રમોમાં સહકાર આપવો અને જરૂર જણાય ત્યાં હાજરી આપવી.
3. છાત્રાલયમાં વ્યવસ્થિત રસોઈ બને તે જોવું અને ઇન્ચાર્જશ્રી મોહનભાઇ જશમતભાઈ દલસાણિયાને સહ ઇન્ચાર્જ શ્રી કાંતિભાઈ વૈશ્નાણીએ મદદરૂપ થવું.
4. દિનપ્રતિદિન વધી રહેલ હોસ્ટેલ બાળાઓની સંખ્યાને ધ્યાને લઇ તેમનું શિસ્ત જળવાઈ અને વ્યવસ્થિતતા જળવાય રહે તે માટે સંપૂર્ણ જવાબદારીપૂર્વક કામ કરશે.
5. વાલીઓને જયારે બાળાઓને રવિવારના દિવસે મળવા આવે ત્યારે મેનેજમેન્ટના બે સભ્યો હાજર રહે તેવી વ્યવસ્થા કરશે.
6. હોસ્ટેલમાં બાળાઓના રૂમની વ્યવસ્થિત ફાળવણી કરવી. ક્યાં ધોરણની કઈ હોસ્ટેલમાં રાખવી તેનું સુવ્યવસ્થિત આયોજન કરવું.
7. દર મહિને છાત્રાલય સમિતિના કોઈપણ બે સભ્યો હોસ્ટેલના રૂમની મુલાકાત લેશે.
8. નીતિવિષયક નિર્ણયોનો અમલ થાય તે જોવું.
1. છાત્રાલયના રસોડાની સમગ્ર વ્યવસ્થા શાકભાજી-દૂધ સિવાય રોજબરોજની રૂ.5,000/- સુધીની ખરીદી કરશે તથા વ્યવસ્થિત રસોઈ બને અને વ્યવસ્થિત બાળાઓ જમે તે જોવાનું.
2. ગૃહમાતાઓની ભરતી જરૂરિયાત મુજબ જાહેરાત આપી , ઇન્ટરવ્યૂ ગોઠવીને કરશે તથા ગૃહમાતાઓની રજા મંજુર કરશે. ખાલી પડેલ ઓફિસ સ્ટાફની ભરતી કરશે.
3. વિદ્યાર્થીની - વિદ્યાર્થીની વચ્ચે, વિદ્યાર્થીની - ગૃહમાતા વચ્ચે કે વાલીઓની તરફની આવતા પ્રશ્નો સાંભળવા અને તેનું યોગ્ય નિવારણ કરવા નિર્ણય કરવો.
4. સંસ્થાના નિયમ મુજબ બાળાઓને ઘરે જવાની રજા ગૃહમાતા આપશે અને ખાસ કિસ્સામાં જરૂર જણાય તો ઇન્ચાર્જ તથા પ્રમુખ આપશે ઇન્ચાર્જશ્રીની ગેરહાજરી માં સહ ઇન્ચાર્જશ્રી રજા આપશે.
5. સંસ્થાની હેડઑફિસના કર્મચારીઓ અને ગૃહમાતાઓ ને કામની વહેચણી કરશે.
6. છાત્રાલયની બાળાઓને નિયમ વિરૂદ્ધ રજા લેવા વાલી આવે ત્યારે રજા આપવા માટે નીચેના ત્રણ સભ્યો પૈકી કોઈ પણ બે સભ્યો સાથે મળીને યોગ્ય નિર્ણય કરશે.
શ્રી મોહનભાઇ જસમતભાઈ દલસાણિયા
શ્રી કાંતિભાઈ ચત્રભુજભાઈ વૈશ્રનાણી
શ્રી મોહનભાઇ એચ. રાજપરા
7. છાત્રાલયના રસોડાના કાચા માલના આવક-જાવક નોંધ (સ્ટોકપત્રક )નિભાવશે અને સ્ટોકપત્રક મુજબ માલ છે કે કેમ તેનું વેરિફિકેશન સમયાંતરે કરશે.
8. છાત્રાલયમાં થતા પ્રવાસોનું વ્યવસ્થિત આયોજન કરી તેની દરખાસ્ત પ્રુમખશ્રી સમક્ષ મંજૂરી માટે મુકાશે.
1. હોસ્ટેલના રસોડાની સમગ્ર સંચાલન કરશે શાકભાજી તથા દૂધ સિવાયની રોજબરોજની ખરીદી રૂ.5,000/- ની મર્યાદા કરશે.
2. વ્યવસ્થિત રસોઈ બને અને બાળાઓ વ્યવસ્થિત જમે તે જોવાનું.
3. વિધાથિનીઓ વચ્ચે, વિધાથિનીઓ - રેક્ટર વચ્ચે અને વાલીઓ આવતા પ્રશ્રનો સંભાળશ અને તેનું યોગ્ય નિરાકરણ થશે.
4.સનસ્થાન નિયમ મુજબ બાળાઓને ઘરે જવાનીન રજા રેકટર આપશે। ખાસ કિસ્સામાં જરૂર જણાયે ઇંચાર્જ શ્રી તથા પ્રમુખ શ્રી રજા આપશે. ઇન્ચાર્જ શ્રી ની ગેરજરીમાં સહ ઇન્ચાર્જ રજા આપશે.
5 છાત્રાલય ના રસોડાના કાચા માલની આવક - જાવક નોંધ (સ્ટોક પત્રક) સમયાંતરે ચેક કરશે.
6 ઇન્ચાર્જશ્રી પોતે વાઉચરો , ખરીદીના બિલ અને રોજ મેલ માં સહી કરશે.
1. પટેલ કેળવણી મંડળ સંસ્થાના બને એકમોમાં વ્યવસ્થિતઃ પાણી મળી રહે તે અંગે નિયમન કરવું અને પાણીની સુવિધામાં કોઈ અડચણ ના આવે તે જોવું પાણી અંગેના તમામ સાધનોની જાણવણી અને મરામત વગેરે ઉપર સતત દેખરેત રાખવી.
2. બને એકમોમાં સિક્યોરિટી ગાર્ડ્સ રાખવા ચૂત કરવા તેના પાર દેખરેખ રાખવી અને સલામતી જળવાય રહે તે અંગે દેખરેખ રાખવી અને જરૂરી કાર્યવહી કરવી.
3. સંસ્થાએ વસાવેલા હાલ 8 બસો છે હજુ ભવિષ્યમાં વધારો થય શકે છે બધા વાહનો ઉપર વ્યવસ્થિત અને ચોક્કસ સમયે તેનું સંચાલન થાય અને વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી ના પડે તે જોવું. વાલીઓ તરફથી આવતા પ્રશ્રનો શાંતિથી સાંભળવા અને નિકાલ કરવો. વાહન બગડે ત્યારે તેનું ત્વરિત રિપેરિંગ કરાવવું અને વાહનની નિયમિત સર્વિસ થાય છે કે નહિ તે દરેક બાબતો જોવી. આ એકમ નુક્સાનીમાં ન ચાલે તે જોવું.
4.આ સમગ્ર કાર્ય સાંભળવા માટે ક્યારેક તાત્કાલિત ખર્ચ કરવાનો જરૂર પડે તો રૂ, 10,000 /- સુધીનો ખર્ચ ઇન્ચાર્જ કરી શકશૅ વધુ જરૂરિયાત હોય તો પ્રમુખશ્રી સાથે ચર્ચા કરીને મોખીત કે લેખિત સમતી મેળવવાની રહેશે.
5. દરેક રૂટમાં ચાલતી બસોને ફ્રી અંગે સમિતિમાં ચર્ચા કરવી ફી નું ધોરણ પ્રમુખ કરશે.
1. માલ આવક - જાવકના વ્યવસ્થિત ગેટપાસ બને છે કે કેમ તેની દેખરેખ રાખવી અને ચકાસણી કરવી.
2. રસોઈ માટેનો કાચો માલ કે શાકભાજી ,ગોળ કે અન્ય વસ્તુઓ છાત્રાલય માં આવે ત્યારે તેનું વજન કરીને લેવામાં આવેછે તેનું સરપ્રાઈઝ ચેકીંગ કરવું.
3. રસોઈ બરાબર બને તે માટે દેખરેખ રાખવી અને રસોઈયાને સૂચના આપવી.
4 છાત્રાલયમાં સંખ્યા પ્રમાણે દૈનિક રસોઈ બને અને બહુ વધ ઘાટ ન થાય તે પ્રમાણે દેખરેખ રાખવી અને રસોઈયાને સૂચના આપવી.
5 જમવા બાબતની કોઈ સૂચના ગૃહમાતાઓને આપવાની જ્ણાયતો ઇન્ચાર્જ શ્રી કાંતિભાઈ વૈશ્ર્નાણીને જાણ કરી અને તે અંગે જરૂર જણાયે ઇનચાર્જશ્રી ગૃહમાતાને સૂચના આપશે.
6 રસોડા અંગેના આ સિવાયના કોઈ પ્રશ્રનો હોય તો તેની શ્રી કાંતિભાઈ વૈશ્ર્નાણીને જાણ કરવી સંબંધિતોને જરૂરી શુચિનાં ઇન્ચાર્જશ્રી પોતે આપશે.
7 મહેમાનોનું ભોજન બનાવવાનું થાય ત્યારે મહેમાનોની સંખ્યા અને મેનુ બનાવી શ્રી મોહનભાઇ દલસાણિયા અને કાંતિભાઈ વૈશ્ર્નાણી સાથે બેસીને અગાઉથી નક્કી કરવું.
8 અંનાજ , કઠોળ ,મશાલા કે અન્ય સામગ્રી વગેરે ખરાબ થાય તો તેને સફાઈ કરવાની કામગીરી બરાબર થાય તે જોવું.
1 અભ્યાસ બાદ કારકીદી ઘળતર અંગેનું માર્ગદર્શન.
2 સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બાળાઓને પ્રોત્સાહિત કરવી.
3. GPSC/UPSC પરીક્ષાઓ માટે જરૂરી માર્ગદર્શન આપવું.
4. તજજ્ઞો દ્વારા માર્ગદર્શક સેમિનાર ગોઠવવા.
5. કારકિદીલક્ષી પુસ્તકો અને સાહિત્ય બાળાઓને પુરા પાડવા.
6. સરકારી - બિનસરકાર નોકરીની ભરતી અંગે માર્ગદર્શન આપવું.
1 સંસ્થાના તમામ વિભાગોંના હિસાબો ઉપર દેખરેખ રાખવી , મોનીટરીંગ કરવું અને ક્યાંય ક્ષતિ જણાય તો પ્રમુખ શ્રી ને તેનો રિપોર્ટ કરવો.
2 જુદા જુદા વિભાગોમાં , જુદા જુદા ખર્ચ માટે આપાયેલ મંજૂરી મુજબ અને તેની મર્યાદામાં ખારગે થાય તે જોવું.
3 દરેક વિભાગમાંથી દર ત્રણ મહિનાનું સરવૈયું હેડ ઓફિસમાં આવી જાય તે જોવું અને તેની યોગ્ય ચકાસણી કરવી.
4 વાર્ષિક હિસાબોના સરવૈયા વ્યસ્થિત તૈયાર થાય, હિસાબોનું ઓડિટ થાય અને તેના ઓડિટેડ રેઅપોર્ટ મેળવવા.
5 સંસ્થામાં આર્થિક બાબતો ઉપર ઉભા થતા પ્રસ્નો જેવા કે પ્રોવિડન્ટ ફંડ, ઈન્ક્મટેક્સ, લેબર લો કે તેને આનુષગિક કોર્ટના કે સરકારી લેવલે ઉભા થતા પ્રશ્નો અંગે યોગ્ય કરવું.
6 સંસ્થાએ કરેલ ઠરાવ મુજબના બાંધકામોના કોન્ટ્રાક્ટ કરવા, બાંધકામો માટેની ખરીદી, બાંધકામોના કોન્ટ્રાકટર, તેની મંજૂરી વિગેરે બાબતો વ્યવસ્થિત થાય તે જોવું. બાંધકામ અંગેના ચૂકવવાના થતા બિલ-વાઉચર ઉપર સહી કરવી.
7 સંસ્થાના મકાનોની વ્યવસ્થિત જાળવણી થાય તે જોવું અને જરૂરિયાત મુજબનું રીપેરીંગ થાય તે જોવું. જરૂરી રીપેરીંગના સ્ટેટમેન્ટ તૈયાર કરી પ્રમુખશ્રીની મંજૂરી મેળવીને રીપેરીંગ કરાવવું.
8 દરેક યુનિટની રોકડ પુરાત બરાબર જળવાઈ રહે છે કે નહિ તેનું સરપ્રાઈઝ ચેકીંગ કરવું.
9 દરેક વિભાગના હિસાબો વ્યવસ્થિત અને નિયમિત લખાય છે તે તથા જેમને સહી કરવાનો અધિકાર આપેલ છે તેઓની નિયમિત રીતે રોજમેળ તથા ખર્ચના બીલો - વાઉચરમાં સહીઓ થાય છે તેની ચોકસાઈ કરે.
1 છાત્રાલય બાળા વિકાસ સમિતિની જવાબદારી સંભાળતા શ્રીમતી ઇન્દુબેન આંકોલાને તેના કાર્યોમાં જ્યાં જ્યાં જરૂર જણાય ત્યાં મદદ કરવી.
2 પ્રમુખશ્રી જયારે જયારે જે કામ સોંપે તેની કામગીરી જવાબદારીપૂર્વક કરવાની રહેશે.
3 ખરીદ સમિતિ સમક્ષ ખરીદીના ભાવો મેળવીને મુકશે અને ખરીદ સમિતિના ઠરાવ મુજબ ખરીદી કરશે.
4 જુદા જુદા સ્કૂલ યુનિફોર્મ ખરીદવા અને સિલાઈના ભાવો નક્કી કરવા.
શ્રીમતી અ.રા.વાછાણી કન્યા છાત્રાલય તથા કાલરીયા હોસ્ટેલના એકાઉન્ટ તથા યુ.જી.સી.હોસ્ટેલના એકાઉન્ટના રોજમેળ,વાઉચર તથા ખરીદીના બિલોમાં સહી કરશે
પટેલ કેળવણી મંડળ -જૂનાગઢ મુખ્ય કાર્યાલયના એકાઉન્ટ ,વિધાર્થી ગ્રાહક ભંડારના એકાઉન્ટમાં થયેલ ખર્ચના બિલ,વાઉચર,રોજમેળમાં સહીઓ કરશે.
ઉપર મુજબની સમિતિઓની તેમને કરવાની કામગીરી નક્કી કરવામાં આવે છે.સમયાંતરે અને જરૂરિયાત મુજબ જે તે સમિતિની મિટિંગ બોલાવવાની જવાબદારી જે તે ઇન્ચાર્જશ્રીની રહેશે। ઉપર મુજબ દરેક ઇન્ચાર્જશ્રી સમિતિનો કાર્યભાર સંભાળશે.
સંસ્થાના હિતમાં અને વહીવટી સરળતા માટે કોઈપણ સમિતિના સભ્યોમાં ફેરફાર કરવા કે સમિતિની પુન:રચના પ્રમુખશ્રી કરી શકશે.